Geo Gujarat News

ભરૂચ: એકતા નગરમાં વિદેશી દારૂ જડપાયો, પોલીસે 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ વી.યુ.ગડરિયાના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે જૂની મામલતદાર કચેરીની સામે એકતા નગરમાં રહેતો બુટલેગર હાર્દિક ઉર્ફે જોન રમેશ ટેલર વિદેશી દારૂનું વેચાણ કરવા માટે મંગાવે છે અને હાલ ડુંગરી શેરપુરા રહેતો બુટલેગર જાવેદ શેખ ઈક્કો કારમાં આપવા આવેલો છે અને વિદેશી દારૂ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસને ઈક્કો કાર અને એક્ટિવા ઉપરથી વિદેશી દારૂની 108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 15 હજારનો દારૂ અને બે વાહનો તેમજ ફોન મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *