Geo Gujarat News

ભરૂચ: રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ 

ભરૂચ પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે.ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. બહેનોને ભાઈના ઘર સુધી પહોચવાનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે. તેવામાં પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *