Geo Gujarat News

ભરૂચ: જેલના બંદિવાન ભાઈઓ અને બહેનોને લીગલ એઈડ તરફથી એડવોકેટ મેળવવા માર્ગદર્શન અપાયું

ભરૂચ જિલ્લા જેલ ખાતે તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ જેલ અધિક્ષક એન.પી.રાઠોડનાઓના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા,ભરૂચના સંકલનથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,ભરૂચ તરફથી કાનુની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,ભરૂચના સેકટરી ડી.બી.તિવારીનાઓના અધ્યક્ષપણા હેઠળ, ડેપ્યુટી એલ.એ.ડી.સી એ.જે.સોની,જયોતિકાબેન પરમાર તેમજ પેનલ એડવોકેટ સંધ્યાબેન શાહ,પી.એલ.વી મુનાફ ભટ્ટી તથા પ્રયાસ સંસ્થા,ભરૂચ તરફથી.આશિષભાઈ બારોટ હાજર રહી જેલના બંદિવાન ભાઈઓ અને બહેનોને લીગલ એઈડ તરફથી એડવોકેટ મેળવવા બાબતે માહિતગાર કરી કાયદાકીય વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.

અને બંદિવાનોના હક્કો વિશે કાનુની માર્ગદર્શન પુરૂ પાડી તેઓને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જેલના તમામ બંદિવાનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *