Geo Gujarat News

વાગરા: રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડીની ખરીદી માટે બજાર ઉભરાયું, ભાઈ-ભાભીની જોડી, ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની ડીમાન્ડ વધારે

આવતીકાલે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનો ઉત્સાહભેર ઉજવશે.રક્ષાબંધનને લઈને બહેનો પોતાના લાડલા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે. હાલમાં વાગરાના બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચાવવા માટે આવી ગઈ છે.

આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ-ભાભીની જોડી,ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની માગ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વાગરાની બજારમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે. માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો. આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે.

વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લો દિવસ પણ હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે.બજારોમાં 5 રૂ થી લઈને 500 રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી,સુખડ અને ચાંદીની રાખડીનું વેચાણ થઇ રહ્યું છે. સાથેજ મીઠાઈની પણ અવનવી વેરાયટીઓ જોવા મળી હતી.

વાગરા બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો જોવા મળી રહ્યા છે. બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ જોવા મળતી હોય છે.ભાભી રાખડી અને ડિઝાઈનર કંકુડીશનો ક્રેઝ વધ્યો છે. પહેલા માત્ર ભાઈના કાંડા પર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી.

પરંતુ હવે ભાઈ અને ભાભી રાખડીની એકસરખી રાખડીઓનો ક્રેઝ વધ્યો છે.અને બજારમાં અવનવા પ્રકારની ભાઈને આરતી અને કંકુ તિલક કરી શકો તેનો થાળીઓ મળી રહી છે. તયારે વાગરા તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીંયા તાલુકાભરમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *