ભરૂચ ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઇ મહિનાની ૮ મી તારીખના રોજ રાતના સાડાદસ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક નર્મદાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેતખનન કરતા મશીન જોવા મળ્યા હતા,ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં પાંચ ટ્રકો પણ જોવા મળતા ભુસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પુછતા જાણવા મળેલ કે આ ટ્રકો રેતી ભરવા આવેલ હતી.ઘટના સ્થળે હાજર એસ્કવેટર મશીનની બાજુમાં રેતીનું તાજુ ખોદકામ થયું હોવાનું પણ જણાયું હતું.ભુસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજુ કરી શકેલ નહિ.તેને લઇને કોઇપણ જાતની સરકારી મંજુરી વિના રેતીનું બિનઅધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બન્યું હતું.ત્યારબાદ નર્મદાના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી બે મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કથિત સંડોવાયેલ મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ભુસ્તર વિભાગ દ્વારા જરુરી તપાસ બાદ નર્મદાના પટમાંથી ઝડપાયેલ આ રેતી ખોદકામના મુદ્દે તેમાં કસુરવાર ઇસમોને કુલ રુપિયા ૧૫ લાખ ૭૧ હજાર ૧૬૨ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાના કથિત જવાબદાર વ્યક્તિએ ભુસ્તર વિભાગ દ્વારા ફટકારાયેલ દંડની રકમ ન ભરતા ભરૂચ ભુસ્તર વિભાગ દ્વારા ગતરોજ તા.૧૭ મીના રોજ ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર ચિતરંજન જરીલાલ રામ મુળ રહે.બિહાર,અન્ય હિટાચી મશીનના ચાલક માલિક,સારાભાઇ મેપાભાઇ ભરવાડ(ટ્રક માલિક) રહે.કિમ જિ.સુરતના તેમજ પોલીસ તપાસ દરમિયાન જે કોઇના નામ બહાર આવે તે તમામ વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ગત રોજ સાડા દસ વાગે ફરિયાદ લખાવી હતી.
કાદર ખત્રી, ઝઘડીયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com