આમોદ પોલીસ મથકે આજ રોજ આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી.તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈ હેત વરસાવ્યું હતું.રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા.

બહેનોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને માથે હાથ દઈ હેત વરસાવ્યું..
પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી.પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્મીષ્ઠાબેન પટેલ તેલોદ,સાયરાબેન કોલવણા, ધનુબેન બુવા, ચંપાબેન મંઝોલા સહિતની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com