ભરૂચમાં પાંજરાપોળ ખાતે શ્રી પશુરામ બ્રહ્મસમાજ સંઘઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના સંયુકત ઉપક્રમે પાંજરાપોળ ખાતે અને નર્મદા સંસ્કૃત વેદ પાઠશાલા ખાતે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી હતી.

શ્રાવણી પુર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે.જેના ભાગરૂપે ભરૂચ ખાતે પાંજરાપોળ ખાતે શ્રી પશુરામ બ્રહ્મસમાજ સંઘઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના 40 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે.જ્યારે ઝાડેશ્વરમાં આવેલી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાલા પણ મોટી સંખ્યામાં બુટકોએ મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com