ભરૂચ જિલ્લામાં આયોજીત પ્રાકૃતિક ખેતી વિષયક કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મૌઝા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લાના ગામે ગામ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમો તેમજ કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં ૧૦૯ પ્રકારના વિવિધ પાકોની જાત, તેનું ઉત્પાદન અને કાળજી વગેરે બાબતની માહીતિ આપવામાં આવી હતી. તે સાથે પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ માટે જણાવ્યુ હતુ.
આ ઉપરાંત આત્મા યોજના, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ તેમજ જમીનનો નમૂનો લેવાની પદ્ધતિ વિશે ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક હર્ષદ વસાવા, વિષય નિષ્ણાંતો તથા મોટી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com