Geo Gujarat News

જંબુસર: નગરપાલિકાના પાપે એહલે હદીસ મસ્જિદ પાસે વરસાદી કાસમાં મહિલા ખાબકી

જંબુસરમાં આજરોજ બપોરે આશરે બાંરના અરસામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું.ત્યાં તો એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ વરસાદી કાસમા પાણીનો નિકાલ નહીં થવાથી પાણી રોડ પર ભરાયા હતા. સદર વરસાદી કાસમાં પાણી નિકાલ નહીં થતો હોય જે બાબતે વિરોધપક્ષ નેતા સાકીરભાઇ મલેક દ્વારા નગરપાલિકા સીઓ સહિત ઉપલી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. વખતો વખત રજૂઆતો કરવા છતાંય આ વરસાદી કાસની સમસ્યાનો હલ આવતો નથી અને વારંવાર રાહદારીઓ આકાસમાં પડવાના બનાવો બનતા હોય છે. આજરોજ પણ એક મહિલા આ કાંસમાં ખાબકી હતી. જેને આજુબાજુના દુકાનદારો, રાહદારીઓની મદદથી ઉભા કરવામાં આવ્યા હતા. વહેલી તકે વરસાદી કાંસમાં પાણી નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *