Geo Gujarat News

વાગરા: દહેજની કોન્ટીનેટલ કાર્બન કંપનીમાં ફોર્કલિફ્ટના વાહનની અડફેટે કામદારનું મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ગામની સીમમાં આવેલ એક કાર્બન કંપનીમાં નોકરી કરતા યુવકનું એક લોડિંગ વાહનની અડફેટે કરૂણ મોત નીપજ્યું હતું.

વાગરા તાલુકાના અંભેર ગામના યુવકનું લોડિંગ વાહનની અડફેટે કરૂણ મોત નિપજ્યું હતું.

મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના સામંતપોર ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં વાગરા તાલુકાના અંભેર ગામનો સંજય નટવરભાઇ વસાવા નામનો ૨૮ વર્ષીય યુવક ગામના અન્ય યુવકોની સાથે નોકરી કરે છે.દરમિયાન ગતરાત્રીના સવા ત્રણ વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીના લોડિંગ પોઇન્ટની નજીક પાણીના કુલરે પાણી પીવા ગયો હતો, સંજય પાણી પીને લોડિંગ પોઇન્ટ તરફ પાછો ફરતો હતો તે દરમિયાન કંપનીમાંથી લોડિંગ કરીને નીકળેલ એક વાહનના ચાલકે સંજયને અડફેટમાં લીધો હતો. અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

વાગરાના સામંતપોરની સીમમાં આવેલ કંપનીમાં નોકરી કરતો યુવક પાણી પીવા ગયો હતો ત્યારે લોડિંગ વાહને ટક્કર મ‍ારતા યુવકનું મોત નિપજ્યું હતું..

કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં વાહનની અડફેટે આશાસ્પદ યુવકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું..

આ અકસ્માતમાં સંજય વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના તબીને ઇજાગ્રસ્ત સંજયને સવારના ૪-૧૦ કલાકે મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે હરેશ ભીખાભાઈ પટેલ રહે.અંભેર તા.વાગરા જિ.ભરૂચનાએ દહેજ પોલીસમાં અકસ્માત સર્જનાર લોડિંગ વાહનના ચાલક બબલુ રહે.રાજસ્થાનના વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *