Geo Gujarat News

ભરૂચ: કુકરવાડા ગામ નજીક નર્મદા નદીમાં તરતો અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

ભરૂચ ત‍ાલુકાના કુકરવાડા ગામ નજીકથી નર્મદા નદીમાં તરતો કોઇ અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો.મળતી વિગતો મુજબ ગતરાત્રીના ગત રાત્રી ના ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતો કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ જણાતા સ્થાનિક માછીમારોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને આ સંદર્ભે ભરૂચ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે આવીને ધર્મેશભાઇની ટીમની મદદરૂપ નદીમાં તરતો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મૃત ઇસમના જમણા હાથ પર હિન્દીમાં સુમન લખેલું હતું. આ મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોઇ થોડા દિવસ પહેલા તેનું મોત થયું હોય એમ જણાતું હતું. પોલીસે આ મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. પોલીસે આ સંદર્ભે જરુરી કાર્યવાહી હાથ ધરીને મૃતકના વાલીવારસોને શોધવા કવાયત હાથ ધરી હતી. હાલતો આ અજાણ્યા ઇસમના મૃતદેહ બાબતે રહસ્ય સર્જાયું હતું. આ અજાણ્યો ઇસમ કોણ અને ક્યાંનો હતો,તેનું મોત કેવીરીતે થયું , નર્મદામાં ડુબી જવાથી તેનું મોત થયું હશે કે કોઇએ તેને મારી નાંખીને નદીમાં નાંખી દીધો હશે,પોલીસ તપાસ બાદજ આ રહસ્યનો ભેદ ઉકેલાશે એમ હાલ તો જણાઇ રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *