Geo Gujarat News

ઝઘડીયા: મામલદાર ઓફિસ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઝઘડીયા મામલદાર ઓફિસ પાસે ગતરોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો .મળતી માહિતી મુજબ ઇકો ચાલક રાજપારડીથી ઝઘડીયા તરફ આવી રહ્યો હતો અને એક ટ્રક ચાલક ઝઘડીયા તરફથી રાજપારડી તરફ જઈ રહ્યો હતો તે સમયે ઝઘડીયા મામલદાર ઓફિસ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓ ને નજીકની અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઝઘડીયા માંથી પસાર થતો SOU ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઇડ પર પોતાનું વાહન ચલાવા મજબૂર બન્યા છે અને અકસ્માત નો ભોગ બની રહ્યા છે .આ માર્ગ પર અવર નવર નાના મોટા અકસ્માત સર્જતાં રહેછે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. તાકીદે આ માર્ગ નુ સમારકામ કરવામાં આવી એવી લોક માંગ ઉઠવા પામી છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *