અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામ ખાતે આગવી ઓળખ સમાન એવા માર્કણ્ડેશ્વર મહાદેવ મંદિર તથા રણછોડ રાય મંદિર જે ઘટ આંગણ માં આવેલા છે. જ્યાં આવેલ ઐતિહાસિક ધરોહર સમાન જળકુંડ નામથી આવેલ કુંડ પોતાનો આગવો ઈતિહાસ ધરાવે છે. જેના આજુબાજુ માં આવેલ ગામો પૈકી નવાદીવા, બોરભાઠા, સરકૂદીન, નવીદીવી, સુરવાડી જુનાદીવા, જૂનીદીવી જેવા ગામો તેમજ અંકલેશ્વર શહેર માં આસ્થા નું પ્રતિક સમાન છે. જેનો ઈતિહાસ વર્ષો જુનો છે. જળકુંડ ખાતે ભાતીગળ દેવસૂતી અગિયાર નો મેળો યોજાય છે. સ્થાનિક આદિવાસી સમાજ ની આગવી ઓળખ છે. પુરાણો ઉલ્લેખ મુજબ ભગવાન શિવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બીરાજમાન છે. કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો જળકુંડ ખાતે ભગવાન રણછોડરાય બિરાજમાન જોવા મળે છે. તંત્ર ની અનંદેખી ના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચુકેલા જળકુંડ નો ઈતિહાસ નર્મદા પુરાણ ના ૧૬૭ તથા ૧૬૮ માં આદ્યાય માં ઉલ્લેખ મુજબ માર્કડ ઋષિ દ્વારા અહીં નર્મદાતટે ભગવાન શિવ ની આરાધના કરી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા તો ઋષિમુનિ ઓ અહીં તપ કરી જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કૃતાર્થ ભાગ અનુભવતા હતા.

હાલ માંજ ગામજનો દ્વારા કુંડ નું સમારકામ કરાવેલ છે અને કુંડ ના અસ્તિત્વ ને બચાવવા માટે ગામ જનો કામ કરી. રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષો થી નર્મદા નદી માં થતા પ્રદુષણ ને અટકાવવા માટે જળકુંડ ખાતે ગણેશજી ની મૂર્તિ વિસર્જન ની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે. જેનાથી મૂર્તિ વિસર્જન બાદ ની દુર્દશા તંત્ર દ્વારા જોવામાં આવતી નથી. માત્ર ઉપર ઉપર થી મૂર્તિ અને બાકી નો કચરો ઉઠાવી પોતાના હાથ ઉંચા કરી દેવામાં આવે છે. કુંડ માં રહેલું ગંદુ અને ખરાબ પાણી તેમજ ઘણી બધી નીશપ્રાય બને તૂટેલ ભાગેલ હાલત ની મૂર્તિ ઓ તથા કચરો ગામજનો દ્વારા સાફ કરવામાં આવે છે. પણ તંત્ર ની આવી બેદરકારી હવે ચલાવી લેવામાં આવશે નહી.

દર વર્ષ ની માફક આ વર્ષે જલકુંડ ખાતે કુંડમાં જે મોટી મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવે છે. તે વિસર્જન બંધ કરવામાં આવે. . પહેલા ની માફક ફરી કુંડ જીવંત બને અને લોકો તેમાં સ્નાન કરી. પહેલા ની માફક પૂજા કરી પોતાની ધાર્મિક લાગણીઓ સંતોષે એ માટેના ભગીરથ કાર્ય માં આપ સાહેબ પણ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા અટકાવી ફૂડ ને ફરી જીવંત કરવા માટે સહકાર આપે તેવી અપેક્ષા સાથે અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમ છતા જો વહીવટીતંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો ઞાધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com