Geo Gujarat News

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિમાં ઝઘડીયા તાલુકાના નીચાણવાળા ગામોના લોકોને કરાયા સાબદા.

સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજરોજ તા.૨૫/૦૮/૨૦૨૪ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકથી અંદાજિત ૧,૭૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે. તેમજ જેમાં વધારો કરી ૨,૪૫૦૦૦ કયુસેક સુધીનું પાણી છોડી શકાય તેમ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા અગમચેતીના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના નીચાણવાળા ગામો સહિત જિલ્લાના નર્મદા કાંઠાના ગામો લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં અનુરોધ કરવામાં આવ્યો છે.જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્વારા તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *