Geo Gujarat News

આમોદ: રાત્રીના સમયે લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા,ચાર ખેલી પોલીસને જોઈ ફરાર

આમોદ પશુદવાખાના નવીનગરીમાં રાત્રીના સમયે લાઈટના અજવાળે પત્તા પાના વડે જુગાર રમતા પાંચ ખેલી રૂપિયા ૨૭૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય ચાર પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા.આમોદ પોલીસે નવ જુગારીયા સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસને બાતમી મળી હતી કે પશુદવાખાના નવીનગરીમાં પ્રવિણભાઇ સોલંકીના ઘરની બાજુમા લાઈટના અજવાળે ખુલ્લામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા પાંચ ઈસમો જુગાર રમતા પકડાઈ ગયા હતા.જેમાં શૈલેશભાઈ સવાભાઇ સલાટ રહે.પશુદવાખાના નગરી,તાલીબભાઈ મહેમુદભાઈ મલેક.રહે વાવડી ફળિયું,ઉસ્માનભાઇ ઉર્ફે સીરાજ વલીભાઈ પટેલ રહે.વાવડી ફળિયું,હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ પટેલ.રહે. બગાસીયા ચોરા,રોહિતભાઈ મફતભાઈ માછી.રહે.વાટા ફળિયું પાંચ ઈસમો પકડાઈ ગયા હતા.જેમની અંગઝડતી લેતા રોકડા રૂ.૧૫૫૦ અને દાવ ઉપરના રોકડા રૂ.૧૧૩૫૦ તથા મોબાઇલ નંગ.૦૩ કિ.રૂ.૧૫૦૦૦ મળી કુલ ૨૭૯૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.જ્યારે અન્ય જુગારી નામે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહે.પશુદવાખાના નગરી,આસીફભાઈ રઝાકભાઈ શેખ રહે.વાટા,અજયભાઇ ફતુભાઇ સલાટ રહે.પશુદવાખાના નગરી
હાર્દીકભાઈ હર્ષદભાઈ પરમાર રહે. રાયણફળિયું પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. આમોદ પોલીસે તમામ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *