Geo Gujarat News

વાગરા: તાલુકા પંચાયત નજીક ઘટાદાર વૃક્ષ ધરાસાય, સદ્દનસીબે કોઇ જાનહાની નહિ

વાગરા તાલુકા પંચાયત નજીક આવેલ મહાકાય આમલીનું વૃક્ષ રાત્રીના સમયે ધરાશાય થઈ જવા પામ્યું હતું. ભરૂચ તેમજ સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો હોવાથી ઠેર ઠેર પાણી ભરાયાંના દ્ર્શ્યો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ વાગરા તાલુકા પંચાયત નજીક રોડ ઉપર એક મહાકાય વૃક્ષ મોડી રાત્રે ધરાશાય થઈ જવા પામ્યું હતું.

જેના પગલે ઝાડ નીચેથી પસાર થતા જીવંત વીજ વાયરો પણ તૂટી પડવાને કારણે વાગરા ગામમાં લાઈટો દુલ થઈ જવા પામી હતી. મોડી રાત્રે ઘટના સર્જાઈ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ વાગરા ગ્રામ પંચાયત દ્વારા ધરાશાય થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ હજી પણ આ સ્થળે અન્ય મહાકાય વૃક્ષ પણ ગમે તે સમયે ધરાશાય થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેથી તાકીદે જોખમી વૃક્ષને પણ ઉતારી લેવા સમયની માંગ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *