ભરૂચ અને દહેજ વચ્ચે મંગળવારની સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકશાન થયું હતું.

ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે.ત્યારે આજે સવારે દહેજમા આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી.તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાયવર બાજુએ અચાનક ધુમાડા નીકળતા જ ચાલક સહિત તમામ કર્મીઓ નીચે ઉતરી ગયા હતા.ત્યાર બાદ જોતા જોતામાં તો લકઝરીમાં આગની ચપેટમાં આવી જતા ભડભડ સળગવા લાગી હતી.

જેથી દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં.જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ્સ સંચાલકને ભારે નુકસાન થયું હતું.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે અત્રે ઉલ્લેખનીય આટલી મોટી કંપનીના કર્મચારીઓ લઈ જતી બસમાં સેફટી માટે ફાયર એક્સ્ટીંગ્યુશરની ન હોવાના કારણે નાની આગ મોટીમાં થઈ હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com