વડોદરા ફતેહગંજ માં રહેતા અને ધોરણ 8 માં અભ્યાસ કરતા ફિઝાન કાનુગાએ મોબાઈલ નો સદુપયોગ કરી સમયસૂચકતા વાપરી સમયસર દુકાનદાર ને વીડિયો બનાવી જાણ કરતાં દુકાનદારે ગણતરી ની મિનિટો માં આવી પોતાની દુકાન નો સામાન હટાવતા લાખો રૂપિયા નું નુકસાન થતું અટકાવ્યું હતુ, એક 13 વર્ષનો યુવાન ફતેગંજ ખાતે આવેલ બ્લ્યુ ડાયમંડ કોમ્પલેક્ષ ની બેઝમેંટમાં બરોડા વેરાયટી શોપ નામ ની દુકાન માં અવર નવાર જતો અને ચીજવસ્તુ ખરીદવાનો શોખ ધરાવતો હતો, કોમ્પલેક્ષ ની બેઝમેન્ટ માં અચાનક પાણી ભરાવવા ની શરુઆત થતાં દુકાનદાર મહિલા ને તાત્કાલિક વિડિયો મોકલતા તેઓ સમયસર આવી પહોંચતા માલ સામાન ને વ્યવસ્થિત જગ્યા એ હટાવતા લાખો રૂપિયાનું નુકશાન થતું અટકાવ્યું હતુ, ફિઝાન કાનુગા ની આ બહાદુરી ને દુકાનદાર રીના બેન કટારીયા દ્વારા બિરદાવવામાં આવી હતી , ફિઝાન દ્વારા મોર ના ઇંડા ને ચીતરવા ના પડે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ફિઝાંન કાનુંગા અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ યુથ કોંગ્રેસ ના પ્રવકતા શરીફ કાનૂગાના ભત્રીજા છે. વધુ માં ફિઝાન દ્વારા કોમ્પલેક્ષ માંથી બાઈકો કાઢવામાં પણ મદદ કરી હતી. હાંસોટી સમાજના આ 13 વર્ષીય નવયુવાન બાળક ની હોશિયારી, હિમ્મત તેમજ બહાદુરીને અંકલેશ્વર-હાંસોટી સમાજ બિરદાવે છે અને ગર્વ મેહસૂસ કરે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com