Geo Gujarat News

આમોદ: રામદેવજી મંદિરે નેઝા ચઢાવવામાં આવ્યા, મંદિર રંગબેરંગી ધજાઓથી લહેરાયું..

આમોદમાં ભાદરવા સુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા આવી હતી. નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના રામદેવ મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા હતા. આમોદના વણકરવાસ ખાતે આવેલા રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે.શ્રધ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચઢાવવામાં આવે છે.તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે.આમોદના વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રધ્ધાળુઓ દ્વારા ધજા લઈને માનતા પૂર્ણ કરવા આવ્યા હતા.બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવપીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતાં.તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબા રમઝટ બોલાવી હતી.શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામા રામદેવપીર મહારાજ દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *