Geo Gujarat News

ભરૂચ: નબીપુર મડ્રસા ખાતે ઇદે મીલાદુન્નબીની ઉજવણી કરાઈ, તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રાજુ કરાયા

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મ દિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઇદે મિલાદ તરીકે ઉજવે છે. આ પર્વ દેશભરમાં આવતીકાલે સોમવારે ઉજવાશે. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મડ્સાએ અલવીયુલ હુસૈની ખાતે આજરોજ સવારે 9 વાગ્યે તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રાજુ કરાયા હતા. બાળકોએ પયગમ્બર સાહેબના જીવન ઉપર, તેમની જીવનશૈલી, તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો. સંસ્થાના બાળાઓ અને બાળકો દ્વારા નાત પણ પઢવામાં આવી હતી. આ પ્રસંગે મડ્રસાના મુદરરિસો અને ગામના વ્યક્તિઓ હાજર રહયા હતા.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *