Geo Gujarat News

વાગરા: વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેટ બુટલેગર ઝડપાયો, 80 લીટર દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે બુટલેગર ઝબ્બે

વાગરા પોલીસે દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 20 ટીન વિદેશી દારૂ તેમજ 80 લીટર દેશી દારૂ સાથે ઇકો કાર મળી કુલ 4,3,600 નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેટ બુટલેગર મુકેશ ઉર્ફે (ફોફી) ઝડપાયો :-  ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર વાઘેલા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર અનિતાબા જાડેજાનાઓના માર્ગદર્શનને આધારે વાગરા પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમા હાજર હતા, તે દરમિયાન બાતમીના આધારે ખડ ખંડાલીથી ઓરા તરફ જતી SSNL કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જડપી પાડ્યો હતો. તપાસ કરતા 100 રૂપિયાની કીમતની 20 ટીન મળી આવી હતી. પોલીસે કુલ બે હજારના મુદ્દામાલ સાથે લિસ્ટેટ બુટલેગર મુકેશ ઉર્ફે (ફોફી) રમેશ પટેલ રહે, શ્યામ સોસાયટી વાગરા નાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાની આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈનાઓ ચલાવી રહ્યા છે.

દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે ચાલકની અટકાયત :-  વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી, કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે. જેથી ભોપાભાઈએ પોલીસ ટિમ સાથે વાગરાની જીઇબી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની જીજે-16-ડીપી-0485 નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાસી લેતા તેમાંથી 80 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી. તેમજ ચાલક સુરેશ દેવા દેવીપૂજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 1,600 નો દેશી દારૂ તેમજ ઇકો કાર મળી 4,1600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ દેશી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *