સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલ નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી રહી હતી. જોકે ત્યાંથી પસાર થઈ રહેલા યુવા પત્રકાર યુસુફ શૈખની નજર પડતા તેઓએ મહિલાને પકડી રાખી તુરંતજ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાંજ તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી મહિલાને બચાવી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી. અને તે નદીમાં ઝંપ લાવે તે પહેલાજ તેને બચાવી લેવાઈ હતી. અને સારવારની જરૂરત જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

બનાવને પગલે લોક ટોળા એકત્ર થયા હતા. જેને કારણે ટ્રાફિકજામનું પણ નિર્માણ થયું હતું. TRB ના જવાનોએ ટ્રાફિક નિયમન કરી માર્ગ રાબેતા મુજબ કરાવ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com