આમોદ નગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયોથી નગરજનો પરેશાન બન્યાં છે.રખડતી ગાયોએ અનેક લોકોને શિંગડે ભેરવી ઇજા કરવાના બનાવ પણ બન્યાં છે.ત્યારે આજ રોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતી ગાયોએ લડતા લડતાં ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતાં તેઓ પોતાની સ્કુટી ઉપરથી પડી ગયા હતાં અને હાથમા ફેકચર થયુ હતું.

ત્યારે યુવાને પાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રખડતી ગાયોને તાત્કાલીક ઢોર ડબ્બામાં પુરવાની માંગણી કરી હતી.તેમજ ગાયને કારણે હાથમા ફેક્ચર થતાં આમોદ પાલિકા પાસે વળતરની પણ માંગ કરી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com