Geo Gujarat News

અંકલેશ્વર: નગર પાલિક દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરાયા

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઇ.એન.જિનવાલા સ્કૂલના ગેટ પાસે લારી-ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું. તેમાય હાલ તો જીનવાલા સ્કુલથી પિરામણને જોડતો મુખ્ય મૉઞ તો રોડની કામગીરીને લઈ બંધ કરાયો છે. છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય, જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

આ અંગેની અઢળક ફરિયાદ નગર સેવા સદનને મળતા નગર પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જે લારી ગલ્લાધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારીગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નગરસેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી “જે સે થૈ” ની થઈ જાય છે. અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *