Geo Gujarat News

નેત્રંગ: મેગા જોબ ફેરમાં 200 થી વધુ યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોના શિક્ષિત યુવાનોને રોજગારની તક પૂરી પાડવા અને ભવિષ્ય ઉજ્વળ બનાવે તે માટે નેત્રંગ ખાતે મેગા જોબ ફેરનું આયોજન આજરોજ ૧૨ કલાકે કરવામાં આવ્યું હતું જેનું નેત્રંગ પોલીસ મથકના પી.આઈ આર.સી. વસાવા હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ જોબ ફેરમાં ૨૦૦થી વધુ આદિવાસી યુવાનોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે પી.આઈએ પોતાના અનુભવો વાગોળ્યા હતા અને યુવાઓને મહેનત અને અડગ પ્રતિબદ્ધતાથી તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ જોબ ફેરમાં નેત્રંગ કોલેજના પ્રોફેસર જશવંત રાઠોડ અને અધિકારી યોગેશ પાવર તેમજ આમંત્રિતો સહીત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *