મળતી વિગતો મુજબ અંકલેશ્વરના માંડવા ગામે રહેતો નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ સારોલા નામનો યુવક રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. નરેન્દ્ર તા.૧૭ મીના રોજ સવારના રીક્ષા લઇને ભરૂચ ગયો હતો અને આખો દિવસ રીક્ષા ચલાવ્યા બાદ રાતના સાડા દસ વાગ્યાના અરસામાં રીક્ષા લઇને ઘરે પાછો જવા નીકળ્યો હતો. તે રીક્ષા લઇને જઇ રહ્યો હતો ત્યારે ભરૂચ ટોલનાકા અને મુલદ બ્રીજ વચ્ચે ટર્નિંગ પર એક ટેમ્પો ઉભેલો હતો.રોડ ઉપર ઉભા રહેલ આ ટેમ્પોની પાછળ પાર્કિંગ લાઇટ ચાલતી નહતી,તેથી રીક્ષાચાલક નરેન્દ્રને ટેમ્પો નજરે પડ્યો નહતો અને તેથી તેની રીક્ષા આ ટેમ્પો સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રીક્ષાચાલક નરેન્દ્રને માથા સહિત શરીરના અન્ય ભાગોએ ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત નરેન્દ્રને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભ ઇજાગ્રસ્ત રીક્ષાચાલક નરેન્દ્રભાઇ સારોલા રહે.ગામ માંડવા તા.અંકલેશ્વર જિ.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોમાં આ અકસ્માતને લઇને એક વધુ અકસ્માતનો ઉમેરો થયો હતો.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com