Geo Gujarat News

ઝઘડિયા: કડિયા ડુંગર ખાતે ફરવા ગયેલ સુરત જિલ્લાના માંડવીના ઇસમની મોટરસાયકલ ચોરાઇ

ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા રેવજીભાઇ કેવજીભાઇ ચૌધરી ગત તા.૮ મીના રોજ તેમના જમાઇ સાથે મોટરસાયકલ લઇને ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગર ખાતે પાંચમના મેળામાં ફરવા ગયા હતા. તેમણે મેળામાં પહોંચીને સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મોટરસાયકલ કડિયા ડુંગરના મેઇન ગેટથી થોડે દુર પાર્ક કરીને મુકી હતી. આ લોકો મેળામાં ફરીને પાછા આવ્યા ત્યારે મોટરસાયકલ જ્યાં મુકી હતી ત્યાં હતી નહિ. મોટરસાયકલ આજુબાજુમાં તેમજ અન્ય સ્થળોએ શોધવા છતાં મળેલ નહિ જેથી મોટરસાયકલ ચોરાઇ ગઇ હોવાની ખાતરી થઇ હતી. ત્યારબાદ તેમણે તા.૧૬ મીના રોજ મોટરસાયકલ ચોરી બાબતે ઓનલાઇન ફરિયાદ કરી હતી. તેમજ ગતરોજ તા.૧૮ મીના રોજ મોટરસાયકલ ચોરી સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા પોલીસે રેવજીભાઇ ચૌધરીની ફરિયાદ મુજબ મોટરસાયકલ ચોરી જનાર અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *