




અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ : અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા લક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને રૂ. ૧૦ લાખથી રૂ. ૧ કરોડ સુધીના રોકડ પુરસ્કાર અપાશે : તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com