જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દર શનિવારે હનુમાન ચાલીસા, ભજન કીર્તન થાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી પરિવારના સદસ્યો અને ભક્તો ઉપસ્થિત રહે છે સાથે બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન મંદિરના માધ્યમથી થતું રહ્યું છે. પૂનમ ભગત, રાજેન્દ્રસિંહ ચૌહાણ, કિરીટભાઈ મરાઠે, મનોજભાઈ, ભઈલાલભાઈ રાવળ તથા ભીખુજી રાવ ભજનની રમઝટ બોલાવે ત્યારે ભક્તો રામમય, હનુમાનમય બની જાય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com