ડિપાર્ટમેન્ટ ઓફ તબલા, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને તબલા અલુમની એસોસિએશન લેગસી (TAAL), વડોદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ નેશનલ વર્કશોપનું ઓફ્લાઈન તથા ઓનલાઇન મોડ પર આયોજન કરવામાં આવ્યું. અત્રે, ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ તબલાના 20 ઓગસ્ટ 2024 ના રોજ 10 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભે વિભાગ ના હેડ અને ફેકલ્ટી ડીન પ્રો. ગૌરાંગ ભાવસાર એ જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ દ્વારા તબલા અને સંગીતના વિદ્યાર્થીઓ તથા રસિકજનો માટે અલગ – અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ બોલિવૂડના પ્રખ્યાત ઢોલક પ્લેયર શ્રી ગિરીશ વિશ્વા દ્વારા એક ઓફલાઈન અને ઓનલાઇન નેશનલ વર્કશોપનું આયોજન થયું જેમાં દેશભરના 80 થી વધારે શોધાર્થીઓ, શિક્ષકો તથા રસિકજનોએ તબલા તથા ઢોલક સાથે ભાગ લીધો. ગિરીશ વિશ્વા જી ફિલ્મી સંગીતના પ્રખ્યાત પર્કશનિસ્ટ છે જેઓએ નીમૂડા નીમૂડા, બલમ પિચકારી, ઘોડે પે સવાર, બન્નો તેરી અખિયાં સૂરમે, આદિ પ્રખ્યાત એવા અનેકો ગાયનો પર રિધમ આપી છે. આ વર્કશોપ બે દિવસ માટે આયોજિત છે. વર્કશોપ માં ગિરીશ વિશ્વાજી દ્વારા તબલા, ઢોલક જેવા અન્ય પર્કશન વાદ્યો પર હળવા સંગીત પર વાગતા વિવિધ ઠેકા, ગાયન સાથે સંગત, રેકોર્ડિંગ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થીઓ સાથે સાજા કરી. ઘરાના અને તેના મહત્વ વિશે. આ સાથે 30થી વધારે વાદ્યકારો ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાયા.

આ સાથે પ્રો. ગૌરાંગ ભાવસાર એ જણાવ્યું હતું કે તબલા વિભાગ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતું રહે છે જેમાં સભા વાદન, વર્કશોપ, સેમિનાર, લેક્ચર વગેરેનું આયોજન કરવામાં આવે છે અને આ બધાથી વિદ્યાર્થીઓનો પર્ફોર્મન્સ સ્કિલ તથા અન્ય સંબંધિત પહેલું ઓનો વિકાસ થાય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com