Geo Gujarat News

આમોદ: કોર્ટ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે બાઈક રેલી યોજાઇ, પોલીસ તેમજ વકીલો પણ જોડાયા

આમોદ કોર્ટ દ્વારા આજ રોજ સ્વચ્છતા જાગૃતિ અંગે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા આમોદ બાર એસોસિયેશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયાં હતાં.અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ અને ભરૂચ જીલ્લા કોર્ટ તેમજ પ્રિન્સીપલ સિવિલ જજ આમોદ કે.એમ ગઢવીની સુચના મુજબ આજરોજ બપોરે ૧૧ કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા આર.પી.ગાંધી રજીસ્ટાર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટે આમોદ તથા એન.એસ.ફળદુ સુપ્રિટેન્ડેન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઈક રેલીમાં જોડાયા હતાં.આ ઉપરાંત આમોદ બાર એસોસિયેશનના પ્રમુખ સુનીલ પટેલ સાથે વકીલો તેમજ પોલીસ મિત્રો પણ બાઈક રેલીમાં જોડાયા હતાં.

જેમણે હાથમા સ્વચ્છતા અંગેના પ્લેકાર્ડ લઈ સ્વચ્છતા અંગેના સુત્રો પણ પોકાર્યા હતાં.સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઈક રેલી શમા ચોકડી,ચાર રસ્તા,પોલીસ સ્ટેશન,મામલતદાર કચેરી,તિલક મેદાન,જનતા ચોક જેવાં વિસ્તારમા ફરી આમોદ કોર્ટ પરત આવી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *