જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને બી.આર.સી.આમોદ દ્વારા આયોજિત આમોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અણોર પ્રાથમિક શાળા ખાતે યોજાયુ હતું.જે ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતાં. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ તાલુકાના કુલ ૬ ક્લસ્ટરની ૩૦ કૃતિઓ,૬૦ બાળ વૈજ્ઞાનિકો અને ૩૦ માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કે.પી.ગ્રુપ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને લંચબોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.તેમજ આમોદ ટીચર ક્રેડિટ સોસાયટી દ્વારા બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.હતાં.બી.આર.સી.કોર્ડીનેટર આશિફ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ગણિત શાસ્ત્રી અને અને વૈજ્ઞાનિકોને યાદ કરીને સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી સ્પર્ધામાં દર વર્ષે ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ વિજેતા ફાયદાબેન જમાદાર અને જશવંતભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય વીરાભાઇને પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાંમાં આવી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ,તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ,ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાપા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતાં.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com