“નામ મોટા ને દર્શન ખોટા” : ખાનગી કંપનીઓએ પ્લાનમાં વધારો કરતા ઈન્ટરનેટ વપરાશ કરતા ગ્રાહકો સરકારી કંપની બી.એસ.એન.એલ તરફ પોતાના નંબર પોર્ટ કરાવા સાથે નવા સિમકાર્ડ ખરીદી બી.એસ.એન.એલ ની સુવિધાઓનો આનંદ માળવા લાગ્યા છે. પરંતુ ” દૂધ પાઈને સાપ ઉછેરવો” જેવો ઘાટ સર્જાયો છે. વાગરા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી BSNL ના અધિકારીઓના અણઘટ વહીવટના કારણે આજે તમામ ગ્રાહકો સુવિધાના અભાવે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. “દીવો લઈને કૂવામાં પડવું” ની જેમ છેલ્લા 6-7 કલાક ઉપરાંતથી વાગરા બીએસએનએલનો ટાવર બંધ થઈ જતા BSNL નાં તમામ ગ્રાહકોના મોબાઈલ મૂંગા મંતર થઈ જાવા પામ્યા છે. જેને કારણે ગ્રાહકો રોષે ભરાયા છે.

“દશેરાના દિવસે ઘોડા ન દોડે” : જ્યારે બીજી તરફ બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ થઇ જવાના કારણે વાઇફાઇ ચલાવતા તમામ ગ્રાહકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બ્રોડબેન્ડ બંધ થઈ જવાને કારણે લોકોના કોમ્પ્યુટર, ટી.વી, લેપટોપ, CCTV કેમેરા સહિત કેટલાક દુકાનદારોના ધંધા ઉપર પણ અસર વર્તાઈ રહી છે. તદુપરાંત લેન્ડલાઈન સેવાઓ પણ ઠપ થઈ જવાને કારણે પોલીસ સ્ટેશન, કોર્ટ, તાલુકા પંચાયત સહિત મામલતદાર કચેરીનો પણ ટેલિફોન બંધ થઈ જવા પામ્યો છે. વધુમાં વાગરામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઇમરજન્સી સમયે ગેઇલ ઇન્ડિયા કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવે છે. જે કંપનીનો ઇમરજન્સી નંબર પણ BSNL સાથે કનેક્ટ હોવાથી તે નંબર પણ છેલ્લા 6-7 કલાકથી સંપર્ક વિહોણો બન્યો છે. વાગરા પંથકમાં કોઈ ઇમરજન્સી સર્જાય તો.? જેવા અનેક સવાલો પંથકના જાગૃત નગરિકોમાંથી ઉઠવા પામ્યા છે. ઉલ્લેખનીય બાબત છે, કે હાલ સરકાર તેમજ પ્રજા BSNL ને આગળ લાવવાનો અથાગ પ્રયત્ન કરી રહી છે. પરંતુ કેટલાક જાડી ચામડીના અધિકારીઓ મસમોટો પગાર લઈ સરકારના પૈસે તકાર ધીંના કરતા હોવાના કારણે BSNL કંપનીને મોટું નુકસાન કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પડકયું છે. રોષે ભરાયેલા કેટલાક ગ્રાહકો BSNL ના જવાદબાર અધિકારીઓને કોલ કરી પડતી સમસ્યા અંગે ફરિયાદ કરવાની પણ કોશિશ કરી રહ્યા છે. પરંતુ “કોશિએ કાગડા કાળા” ની જેમ સરકારી બાબુઓ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

“ધૂળમાંથી ધાન પેદા કરવું” : જો આમને આમ ચાલ્યું તો આવનાર દિવસોમાં BSNL ફરી પડી ભાંગે તો નવાઇ નહીં. કારણ કે સ્થાનિક અધિકારીઓ કોઈજ ધ્યાન ન આપતા હોવાનું પણ બ્રોડબેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક TIP દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે BSNL ના ઉચ્ચ અધિકારીઓ જવાબદારોના કાન આમળી પ્રજા હિતમાં કાર્ય કરાવે અને ફરી એકવાર BSNL ને સફળતાના પંથે લાવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com