Geo Gujarat News

વાગરા: વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સામુહિક વૃક્ષારોપણનું આયોજન કરાયુ

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સામુહિક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ અભિયાનમાં ઉધોગ આલમાં ના પ્રતિનિધિઓ અને સ્થાનિકોએ શ્રમદાન કરી ઉજવણી કરી હતી.

ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન ના ૧૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ માં તેની ઉજવણી થઇ રહી છે.સ્વચ્છ ભારત અભિયાનને વધુ સફળ બનાવવા તેમજ વિલાયત GIDC એસ્ટેટ ને હરિયાળું તેમજ સ્વચ્છ બનાવવા માટે વિલાયત સ્થિત ઉદ્યોગો દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સામુહિક વૃક્ષારોપણનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે વિલાયત GIDC માં આવેલ તમામ ઉદ્યોગો સહિત સ્થાનિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિલાયત GIDC ના ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સ્થાનિકોએ શ્રમદાન કર્યું : GIDC માં આવેલ રોડ ની બંને તરફ ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવા માં આવ્યુ હતુ.તેમજ સમગ્ર GIDC ના રોડ રસ્તા ની સાફ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યુ હતુ. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હરીશ જોશી, હેમરાજ પટેલ, મહેશ વશી, અલ્કેશભાઈ રાણા અને તમામ ઉદ્યોગોના કર્મચારીઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં શ્રમદાન કરી ઉજવણી કરી હતી.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *