પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ભરૂચ જિલ્લાના અધિકારીશ્રીઓ- કર્મચારીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, ભરૂચ મામલતદારશ્રીની કચેરી,નેત્રંગ તાલુકા પંચાયત, એસ. ટી.વિભાગ, જંબુસર તાલુકા પંચાયત જેવી અન્ય કચેરી ખાતે અધિકારીઓએ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ નિઃશુલ્ક રીતે મેળવી શકશે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com