વાગરા તાલુકામાં કમિશન પર કામ કરતા વીસીઈ કર્મચારીઓને છેલ્લા 28 માસ જેટલા સમયથી વેતનની ચૂકવણી નહિ થતાં તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા 15માં નાણાં પંચમાંથી વીસીઈ ના કામદારોને વેતન ચૂકવવાની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં વાગરા તાલુકા પંચાયત તેમજ બાંધકામ શાખા દ્વારા વેતન ચૂકવણું કરાયું નથી. છેલ્લા 28 માસ જેટલા સમયથી આ ચૂકવણું બાકી હોય ગતરોજ વીસીઈ કર્મીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

પરંતુ તાલુકા વિકાસ અધિકારી હાજર ન હોવાથી ઇન્ચાર્જ અધિકારીને આવેદન સુપ્રત કર્યું હતું. અને વેતન ચૂકવવા માંગ કરી હતી. બાંધકામ શાખાના અધિકારી દ્વારા વેતન ચૂકવવા મુદ્દે કોઈ પ્રકારનું વહીવટી આયોજન નહિ કરવામાં આવ્યું હોવાનો નકારાત્મક ઉત્તર મળતા તમામ વીસીઈ કર્મીઓ દ્વારા આવેદન પત્ર પાઠવી વેતન રિલીઝ કરવા માંગણી કરી હતી.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com