જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શાળામાં અને શાળા બહાર હંમેશા નિસ્વાર્થ સેવાના ઉમદા કાર્યો કરતા જોવા મળ્યા છે.
શ્રી કૃષ્ણ મંદિર, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન, શ્રી યોગેશ્વર વાટિકા, શ્રીકૃષ્ણ નિઃ શુલ્ક ટ્યુશન ક્લાસીસ એ તેઓનાં કાર્યોની ઓળખ છે. હાલમાં શ્રી કષ્ટભંજન મંદિર જંબુસરમાં પતરાના શેડ માટે બે લાખ અગિયાર હજાર , શ્રીકૃષ્ણ મંદિરે પત્રના શેડ માટે એક લાખનું દાન અને ગાયત્રી નગરમાં આવેલા કોમન પ્લોટના લેવલ માટે એક લાખ રૂપિયાનું દાન આપી ઉમદા સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની કમિટી વતી પૂનમભાઈ પટેલ તથા રાજેન્દ્રસિંહ ચૌહાણ વીગેરેએ હિતેન્દ્રસિંહ ઠાકોરને સન્માનિત કરી તેઓનો આભાર માન્યો હતો. દાન વિશે પૂછતા હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું, કે ભગવાને મોકલેલું ભગવાનના કાર્યમાં સમર્પણ કર્યું છે જે કોઈ મોટી વાત નથી..

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com