આમોદના પુરસા રોડ નવીનગરી સ્થિત મદ્રસએ ગૌસિયા ખાતે ગતરોજ રાત્રીના વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત આસપાસના મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા.
આયોજિત જલસામાં મદ્રેસામાં દિની તાલીમ પ્રાપ્ત કરતા તલ્બાઓએ સુંદર નાઅત શરીફ, મનકબત, પ્રશ્નોત્તરી, તકરીર રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મદ્રેસાના ટ્રસ્ટી યુસુફ ભાઈની આગેવાનીમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે જલસામાં પ્રથમ, દ્રિતિય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તલ્બાઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉક્ત પ્રોગ્રામમાં કરજણથી પધારેલ સૈયદ મહેમુદ અશરફ બાવા, મૌલાના હાફિઝ નઝીર અશરફી, મૌલાના હારુન અશરફી, શેરે અલી બાવા આમોદ, મુફ્તી સાબિર મિસબાહી આમોદ, મૌલાના હશન રાણા, યુસુફ ભાઈ ટ્રસ્ટી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે, કે મદ્રસએ ગૌસિયામાં દીની તાલીમની સેવાઓ આપનાર શેરે અલી બાવા જેઓ ખુબજ શારી રીતે બાળકોને દીની તાલીમ આપી રહ્યા છે. તેઓની સખત મહેનતને કારણે જ બાળકો ઉત્સાહ પૂર્વક દીની તાલીમ મેળવી રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ જલસામાં જોવા મળ્યું હતું. બાળકોને લગાવથી દીની તાલીમ આપનાર શેરે અલી બાવાનું ટ્રસ્ટ દ્વારા બહુમાન કરી ઉપસ્થિત સૌ કોઈએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને મદ્રેસા કમિટી ટ્રસ્ટના ઉત્સાહી ટ્રસ્ટી યુસુફ ભાઈ સહિત સદસ્યોએ ખુબજ સારી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સલાતો સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com