Geo Gujarat News

ભરૂચ: નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક નો વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ મા ફરજ બજાવતા શિક્ષક શ્રી ઉસમાનગની ઇસ્માઇલ દીવાન જેઓએ ૨ એપ્રિલ ૧૯૯૪ ના દિવસે નબીપુર હાઈસ્કુલમાં પોતાની ફરજ બજાવવાનું ચાલુ કર્યું. તેઓ આજરોજ પોતાની વયમર્યાદા ના કારણે સેવાનિવૃત્ત થયા છે. તેઓ એક ઉમદા શિક્ષક ની સાથે સેવાભાવી અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હતા. તેમનો બાળકો સાથે શિક્ષકની સાથોસાથ મિત્રતાનો સંબન્ધ વધુ હતો. આજના તેમના વિદાય સમારંભમાં તેમને શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ અને પુષ્પમાળા પહેરાવી તેમનું સન્માન કરાયું હતું. શાળાના આચાર્યે પોતાના વક્તવ્યમાં નિવૃત્ત થનાર શિક્ષકની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, તેમની જવાબદારીઓ અને બાળકો સાથેનો તેમનો લગાવ અંગે વિસ્તૃત વાત કરી હતી.

સ્કૂલના સ્ટાફ સહિત સ્કૂલના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા : આ પ્રસંગે નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા અને તેઓએ પણ નિવૃત્ત થતા શિક્ષકને ફૂલમાળાઓ પહેડાવી માનભેર વિદાય આપી હતી. નિવૃત્ત થતા શિક્ષક ઉસમાનગની દીવાને પોતાના વિદાય પ્રવચન દરમ્યાન શાળા પરિવાર, શિક્ષણ કમિટી નબીપુર અને બાળકોનો આભાર માન્યો હતો અને તેઓ પોતાના પ્રવચન દરમ્યાન બાળકોને છોડતા ભાવુક થઈ ગયા હતા.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *