Geo Gujarat News

ઝઘડીયા: સંજાલી ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાન નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું

પોતાની સેવા સમાપ્તિ બાદ આજ રોજ વતન પરત ફરેલ આર્મી મેનનું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ઝઘડીયા તાલુકાના સંજાલી ગામના વતની રાજેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલએ ઇન્ડિયન આર્મીમાં 2007 મા જોઈનીગ કર્યું હતું તેઓની ચાલુ વર્ષે સેવા પૂર્ણ થતા ઘરે પરત ફર્યા છે, તેઓએ અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી હતી જેમકે મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ_કાશ્મીર, લેહ લડાખ, UN ની અલગ અલગ દેશની આર્મી સાથે સાઉથ આફ્રિકામાં પણ સેવા આપી હતી.

આર્મીમાં સેવા સમાપ્ત થતાં ઘરે પરત ફરતા તેઓનું આજરોજ રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકો આર્મી મેનને ફુલહાર પેહરાવી સ્વાગત કરાયું હતું. ડીજેના તાલે દેશભક્તિના ગીતોમાં લીન થઈ શોભા યાત્રા રાજપારડી નગરમાં ફેરવવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *