Geo Gujarat News

ભરૂચ: શંખવાડ ગામમાં ગૌ હત્યા મુદ્દે તંગદિલીનો માહોલ,પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ

ભરૂચ જીલ્લામાં ગૌ-માંસની ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા જિલ્લા પોલીસ પરિણામલક્ષી કામગીરી કરી રહી હતી.આ દરમિયાન ભરૂચ તાલુકા પોલીસ મથકમાં 1 લી નવેમ્બર 2024 માં કમલેશ બકોરભાઇ આહીરે ફરિયાદ આપી હતી.કે,30 મી ઓકટોબરના રોજ તેમની એક કાળી સફેદ કલરની ગાય જેની કિંમત રૂ.20 હજાર લઈને પાણીની નહેર ક્રોસ કરાવતા પગમાં ઇજા થતાં ગાયથી ચલાતુ ન હોય અને તે ગાભણી હોય જેથી એક્સલ ગામની સીમમાં ગુંદાના ઝાડ સાથે દોરડા વડે બાંધી હતી.ત્યાર બાદ બીજા દિવસે સવારે ત્યાં જતા તે મળી આવેલી ન હતી.જેની સીમમાં તથા સીમની આજુ બાજુ ગાયની શોધખોળ કરતા મળી ન હતી.

જ્યારે તેની શોધખોળ કરતા તેમને જાણવા મળ્યું હતું કે,
તેમની ગુમ થયેલી ગાયને શંખવાડ ગામના અજાણ્યા છ ઈસમોએ રાત્રીના સમયે ચોરી કરી લઈ જઈ શંખવાડ ગામની સીમમાં પાણીની નહેર પાસે બાવળની ઝાડીમાં ગાયને લઈ જઈ કતલ કરી ગૌ-માંસ અંદરો-અંદર ભાગ પાડી લીધેલો હતો.આ જાણવા જોગ ફરિયાદને આધારે પીઆઈ.પી.ડી.ઝણકાટે ગંભીરતાથી લઈને ગાયની ચોરી કરી તેની ગેરકાયદેસર રીતે કતલ કરનાર શંખવાડ ગામના શરીફ ઉર્ફે સરફરાજ ગુલામભાઈ મન્સુરી,વસીમ ઉસ્માન મન્સુરી,મુબારક હૈદર મન્સુરી,સોહેબ સોકત મન્સુરી, રિઝવાન અબ્દુલ મન્સુરી અને અજય ઉર્ફે બન્કી લક્ષ્મણભાઈ રાઠોડને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી કતલ કરવાના મોટા છરો એક, ચપ્પા નંગ-02,કુહાડી નંગ-01,નાનો છરો નંગ-01 અને કાપવાના ગોળ લાકડુ નંગ-01 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની સામે વિવિધ કલમો લગાવી કાયદાનું ભાન કરાવ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *