Geo Gujarat News

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક કારમાં શોર્ટ-સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતાં પરિવારનો આબાદ બચાવ

મહેસાણાથી એક પરિવાર પોતાની કાર લઇ સુરત જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ ઉપર અચાનક કારમાંથી ધુમાડા નીકળતાં પરિવાર સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો. જે બાદ જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.

કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કારચાલકે ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કારમાં આગ શોર્ટ-સર્કીટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *