આમોદમાં આજરોજ રંગ અવધૂત મંદિરમાં કારતક સુદ નોમ રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પાદુકા પૂજન સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારનાં ભકતો ઉપસ્થિત રહ્યાં હતાં.અને રંગ અવધૂત બાપાની ધૂનમાં તરબોળ બન્યાં હતાં.રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે પાદુકા પૂજનનો ધાર્મિક કાર્યક્ર્મ હિતેશભાઈ શાહના યજમાન પદે યોજાયો હતો. આ પ્રંસગે હિતેશભાઈ શાહ તરફથી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરનાં બાર કલાકે આરતી બાદ રંગ અવધૂત મહારાજના મંદિરેથી મુખ્ય બજારમાં થઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શોભાયાત્રામાં બાપાની ધૂનમાં તલ્લીન બનીને યજમાનના ઘરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ મહાપ્રસાદીનો સૌ ભક્તોએ લાભ લીધો હતો.આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતું કે ૨૦૦૪ થી રંગ અવધૂત મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com