ભરૂચ જિલ્લામા દારૂ તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી સજોદ ગામમા રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે.

જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન પોલીસે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 432 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 99 હજારનો દારૂ અને કાર મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચીનાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર જીતેન્દ્ર પટેલ સહીત કાલીદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com