Geo Gujarat News

ભરૂચ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા GNFC ખાતે ડાયાબિટીસ ગ્રસ્તો માટે ત્રણ દિવસીય યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે ભરૂચ ખાતે તાઃ૧૪ થી ૧૬ મી દરમિયાન ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતું. ૧૪ મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડરીક બેન્ટિંગ અને ચારલેશ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી. માટે આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવીએ છીએ.

રાજય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે, જેના ભાગરૂપે યોગ દ્વારા ડાયાબિટીસના દર્દીનો પરીક્ષણ કર્યા બાદ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન અનુસાર, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરાવવાનો પ્રયત્ન અંતર્ગત શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓને નિષ્ણાંત યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગ કરાવવામાં આવ્યા હતા. દરેક દર્દીનો શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો ઉદ્દેશ છે. ભરૂચમાં જીએનએફસીમાં ,S&R clubમાં ૧૪ મી નવેમ્બર સવારે ૬ થી ૮ સમયમાં આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં બધા ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમનું મેડિકલ ચેક અપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી ચાલવાનો છે. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે DSDO રાજન સિંહ ગોહિલ ,S & R Club ના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માંકડ, યાકેશભાઈ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના HOD વિશાલભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંકલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડીનેટર ભાવિનીબેન ઠાકર અને યોગ ટ્રેનર ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેઈનરો સાધકોએ યોગ શિબિરમાં હાજરી આપી લાભ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *