સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા આદિવાસી સમાજના યુવાનો ફૂટબોલ ક્રિકેટ તેમજ અન્ય સ્પોટ રમતો થકી જાગૃતિ આવે અને આગળ વધે તેવા ધેય સાથે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બિરસા બ્રિગેડ ટ્રાયબલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉમરપાડા, ડેડીયાપાડા, અંકલેશ્વર સહીત વિવિધ તાલુકાની 16 જેટલી ફૂટબોલની ટીમોએ ભાગ લીધો હતો. આ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ ચિતલદા અને અંકલેશ્વર બોયઝ હોસ્ટેલ વચ્ચે રમાઈ હતી જેમાં ચિતલદા ટીમનો ભવ્ય વિજય થયો હતો. જે વિજેતા ટીમને ૨૧ હજાર રોકડા અને ટ્રોફી આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જયારે રનર્સ અપ અંકલેશ્વર બોયઝ હોસ્ટેલ ટીમને ૧૧ હજાર રોકડા તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તો થર્ડ પ્રાઈઝ ઉમરઝર ટીમને ૫ હજાર સહીત ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને આમંત્રિતો તેમજ ફૂટબોલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com