Geo Gujarat News

વાગરા: ભેરસમ ગામ નજીકથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી 27 દિવસ બાદ આખરે પોલીસ સમક્ષ હાજર થયો

વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી 27 દિવસ ફરાર રહ્યા બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો. પોલીસે હાજર થયેલ આરોપીની અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી ભગાડી ગયો હતો.જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલ્ટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક સાથે રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સુચનાઓ આપી હતી.

જેને અનુસંધાને ગત 21 ઓક્ટોબરના રોજ રાત્રીના વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા GIDC માં રાત્રીના પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક અર્ટિગા કાર આવતા તેના ચાલકને ઈશારો કરીને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું. તેમ છતાંય કાર ચાલકે કાર ઉભી નહિ રાખી પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાડી ગયો હતો. જેથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો. આ સમયે અર્ટિગા કારના ચાલકે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમા ઉંધી પડી ગઈ હતી.

કાર પલ્ટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. વાગરા પોલીસે સ્થળ પરથી 750 મિલીની 51 બોટલો,180 મિલીની 663 બોટલો મળીને કુલ 714 દારૂનો જથ્થો કિંમત રૂ.1,29,642 અને મોબાઈલ S 24 અલ્ટ્રા 75,000 અને કાર રૂ.10, 00, 000 લાખ મળીને કુલ રૂ.12,04,642 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈજલ મકા નામના 2 ઈસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે 27 દિવસ બાદ જાતેજ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *