વાગરાની CISF કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સદ્દનસીબે ઘટનામાં જોઈ જાનહાની નોંધાવા પામી ન હતી.
સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં વાગરા-ભરૂચ માર્ગ ઉપર આવેલ CISF કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મુખ્ય માર્ગ પરજ પાર્ક કરેલ કન્ટેનર નંબર GJ-12-BX-5246 ની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-02-ZZ-2001 ભટકાય ગયું હતું.

જેને કારણે જોરદાર ધડાકો થયો હતો. ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે, મધ્યપ્રદેશનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં સ્ટેયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ દોડી ગઈ હતી. અને જરૂરી કાર્યવાહી આરંભી હતી.

ઉલ્લેખનીય છે, કે વાગરા CISF કોલોનીમાં ONGC નું કામ ચાલી રહ્યું છે. જેની જરૂરિયાતનો માલ-સામાન ભરીને કન્ટેનર આવ્યું હતું. અંદર એક ગાડી ખાલી થઈ રહેલ હોવાથી આ કન્ટેનરને CISF ના ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપરજ પાર્ક કરી દીધું હતું. જેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે CISF કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય તેટલી પૂરતી જગ્યા હોવા છતાંય આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ-વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું.

જોકે સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની તો નોંધાઇ ન હતી. પરંતુ જો અકસ્માતમાં કોઈ ST બસ, લકઝરી, કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોતતો મંગણાદ વારી થાત તો નવાઈ નહીં. બે દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગણાદ નજીક પણ આજ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો ભટકાતા 7 લોકો મોતને ભેટયા હતા.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com