Geo Gujarat News

વાગરા: ઓચ્છણ ગામે જુગારધામ ઉપર પોલીસના દરોડા, ખેલીઓ પાસેથી 3 હજાર મળી 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત

વાગરા તાલુકાના ઓચ્છણ ગામની સીમમાં આવેલાં કુતરિયા વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં 6 પૈકીના એક ખેલી ઝડપાઇ ગયો હતો, જ્યારે 5 પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છુટ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી 3700 રૂપિયા રોકડા અને એક મોબાઇલ, 3 બાઇક અને એક કાર સહીત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસ ખાતા તરફથી મળેલી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં ઓચ્છણના કુતરિયા વગામાં આવેલાં ખુલ્લા ખેતરમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ જોઇને જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, તે પૈકીના માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો.

જ્યારે ત્યાંથી અન્ય પાંચેક શકુની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયાં હતાં. તેમના નામઠામ પુછતાં તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ, મુકેશ ભાયલાલ વસાવા તેમજ મોહસિન ઐયુબ મન્સુરી તથા અન્ય બે ઈસમો જેમના નામ જાણી શકાયા ન હતા. પોલીસે સ્થળ પરથી માત્ર 3700 રૂપિયા રોકડા જ્યારે એક મોબાઇલ, 3 બાઇક અને એક કાર સહીત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *