ભરૂચ LCB ની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન માહિતી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર 48 નબીપુર બ્રીજ નજીક આવેલી હોટલ વિસામોના સંચાલકે તેની હોટલના કંમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલા ટ્રકોની ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેંથી માહિતી મળતા જ એલ.સી.બી.પોલીસ સ્ટાફે માહિતી વાળા સ્થળની તપાસ કરતા હોટલ વિસામોના કમ્પાઉન્ડ માં બિનઅધિકૃત સંગ્રહીત ડીઝલના જથ્થો 120 લીટર જેની કિંમત રૂ.10,800 મળી આવ્યો હતો. આ ડીઝલ સાથે પોલીસે નબીપુરની નવીનગરીમાં રહેતા ગૌતમસિંગ પપ્પુસિંગ લબાના (સરદાર), સોનુસિંગ કવલજિત મજબીશીખ (સરદાર) અને રણજીતસિંગ સતનામસિંગ ગીલને ઝડપી પાડ્યા હતાં.પોલીસે ત્રણેય વિરુધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી આગળની કાર્યવાહી અર્થે પકડાયેલા ઈસમો તથા મુદ્દામાલ નબીપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com